મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
સમાજમાંથી તમાકુ વ્યસન નાબુદીમાં જાગ્રૃતિ લાવવા અને નવી પેઢીને વ્યસન મુક્ત રાખવા અનારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર. દ્વારા કઠલાલ તાલુકાના અનારા પે સેન્ટર શાળામાં “તમાકુ વ્યસન મુક્તિ ” અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. પ્રથમ ત્રણ વિજેતા વિદ્યાર્થીઓએ ઇનામ આપવામાં આવ્યુ. બાકીના તમામ વિદ્યાર્થીઓને આશ્વાસન ઇનામ આપવામાં આવ્યું.


