Gujarat

એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદાના ભાવમાં વૃદ્ધિઃ ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો

બુલડેક્સ ફ્યુચર્સમાં 169 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 475 પોઈન્ટની મૂવમેન્ટઃ કોટનના વાયદાના ભાવમાં સેંકડા ઘટ્યા

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 2,14,508 સોદાઓમાં કુલ રૂ.19,544.02 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ડિસેમ્બર વાયદામાં 169 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ડિસેમ્બર વાયદામાં 475 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 1,05,053 સોદાઓમાં કુલ રૂ.7,955.90 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,615ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.48,163 અને નીચામાં રૂ.47,565 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.703 વધી રૂ.48,124ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની નવેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.408 વધી રૂ.39,051 અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.2 વધી રૂ.4,800ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.63,101 ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,476 અને નીચામાં રૂ.62,612 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.149 વધી રૂ.63,299 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.411 વધી રૂ.63,383 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.43 વધી રૂ.63,316 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં 19,955 સોદાઓમાં રૂ.3,788.98 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.5.15 ઘટી રૂ.209.85 અને જસત નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.7.65 ઘટી રૂ.269ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.15.00 ઘટી રૂ.728.35 અને નિકલ નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.37.1 ઘટી રૂ.1,561.00 તેમ જ સીસું નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.4.10 ઘટી રૂ.181ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં 45,095 સોદાઓમાં કુલ રૂ.3,945.85 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,826ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,826 અને નીચામાં રૂ.5,484 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.340 ઘટી રૂ.5,497 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.6.90 વધી રૂ.389.80 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં 2,806 સોદાઓમાં રૂ.380.12 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,822.00ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1822.00 અને નીચામાં રૂ.1820.50 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.19.00 વધી રૂ.1,821.50 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર નવેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂ.19,500ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.19,500 અને નીચામાં રૂ.19,400 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.417 ઘટી રૂ.19,483ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ નવેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,137.10ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1139.50 અને નીચામાં રૂ.1133.00 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.7.00 ઘટી રૂ.1133.30 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.10.80 વધી રૂ.939.80 અને કોટન નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.360 ઘટી રૂ.32,080 બોલાઈ રહ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 31,185 સોદાઓમાં રૂ.4,749.69 કરોડનાં 9,883.931 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 73,868 સોદાઓમાં કુલ રૂ.3,206.21 કરોડનાં 502.309 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.449.06 કરોડનાં 21,120 ટન, જસતના વાયદાઓમાં રૂ.393.73 કરોડનાં 14,510 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,628.45 કરોડનાં 22,170.000 ટન, નિકલના વાયદાઓમાં રૂ.1,215.16 કરોડનાં 7,824.000 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.102.58 કરોડનાં 5,575 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 27,693 સોદાઓમાં રૂ.2,765.31 કરોડનાં 49,52,400 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 17,402 સોદાઓમાં રૂ.1,180.54 કરોડનાં 3,05,85,000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 2 સોદાઓમાં રૂ.0.07 કરોડનાં 8 ટન અને કોટનના વાયદાઓમાં 1,301 સોદાઓમાં રૂ.135.29 કરોડનાં 41500 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 71 સોદાઓમાં રૂ.3.43 કરોડનાં 36.36 ટન, રબરના વાયદાઓમાં 53 સોદાઓમાં રૂ.1.12 કરોડનાં 58 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,379 સોદાઓમાં રૂ.240.21 કરોડનાં 21,430 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 13,793.479 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 532.240 ટન, એલ્યુમિનિયમમાં 12,375 ટન, જસત વાયદામાં 8,715 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 14,102.500 ટન, નિકલ વાયદામાં 2,889.000 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 5,125 ટન, ક્રૂડ તેલમાં 8,02,800 બેરલ અને નેચરલ ગેસમાં 64,46,250 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 112 ટન, કોટનમાં 133750 ગાંસડી, મેન્થા તેલમાં 341.64 ટન, રબરમાં 61 ટન, સીપીઓમાં 89,930 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 3,820 સોદાઓમાં રૂ.336.65 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 1,772 સોદાઓમાં રૂ.150.74 કરોડનાં 2,109 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,624 સોદાઓમાં રૂ.153.72 કરોડનાં 1,833 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,491 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 886 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ડિસેમ્બર વાયદો 14,210ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,379 અને નીચામાં 14,210ના સ્તરને સ્પર્શી, 169 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 186 પોઈન્ટ વધી 14,365ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ડિસેમ્બર વાયદો 17,005ના સ્તરે ખૂલી, 475 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 429 પોઈન્ટ ઘટી 16,620ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 37,779 સોદાઓમાં રૂ.3,136.52 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.257.20 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.24.47 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,853.69 કરોડનાં કામકાજ થયાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *