વડોદરા
૧૦૮ એમ્બ્યુલન્સના કર્મીઓની આ કર્તવ્યનિષ્ઠા સૌ કોઇએ વખાણી છે. યાદ રહે કે, ૧૦૮ એમ્બ્યુલન્સ, વડોદરાની ટીમે કોરોના કટોકટીમાં નીડરપણે સતત કામ કરીને દર્દીઓને સમયસર હોસ્પિટલ પહોંચાડવાની સેવાઓ આપી હતી. તેને અનુલક્ષીને સ્વતંત્રતા દિવસ સમારોહમાં ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું મધ્યપ્રદેશના અલીરાજપુરના સગર્ભા નાનકીબેન પોતાના કુટુંબીજનો સાથે સૌરાષ્ટ્રના કાલાવડથી છોટાઉદેપુર જવા નીકળ્યા હતા. તે દરમિયાન મધ્યરાત્રિના દોઢ વાગ્યાના સુમારે તેઓને પ્રસૂતિની પીડા ઉપડતા કઠિન સંજાેગો ઊભા થયા હતા. એસટી બસ વડોદરા ડેપો પહોંચતા જીવન રક્ષક સેવા ૧૦૮ને જાણ કરવામાં આવી હતી. વડોદરા શહેરની ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમે વધુ એકવાર સગર્ભા મહિલાને ઉગારવાની સફળ કામગીરી મધરાત્રે કરીને કર્તવ્યનિષ્ઠાનો ઉજ્જવળ દાખલો બેસાડ્યો છે. મધ્યપ્રદેશની સગર્ભા મહિલાને મધરાતે દોઢ વાગે વડોદરા બેસ ડેપો ખાતે એસટી બસમાં પ્રસૂતિની પીડા ઉપડી હતી, જેથી ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમે એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવી હતી. હાલ મહિલા અને બાળક બંનેની તબિયત સારી છે. સંજાેગોની નાજુકતા સમજીને ઇ.એમ.ટી. વિષ્ણુ બારીયા અને પાયલોટ અરવિંદ માલીવાડ તુરંત જ ૧૦૮ એમ્બ્યુલન્સ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સગર્ભાને તુરંત જ ૧૦૮ એમ્બ્યુલન્સમાં ખસેડીને આ લોકોએ ખૂબ સમયસૂચકતા સાથે એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવી માતા અને નવજાત શિશુને હેમખેમ ઉગારી લીધા હતા. માતા અને બાળકની હાલત સારી છે.


