Gujarat

પીડિત બાળકીએ ઘરે જાણ કરતાં માતાએ ફરિયાદ નોંધાવી, ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ

7 વર્ષની બાળકીની સાથે જાતીય સતામણી કરી દુષ્કર્મ આચરી આ અંગે કોઈને જાણ નહીં કરવા માટે ધમકી આપનાર આરોપીની સુરત લિંબાયત પોલીસે ધરપકડ કરી છે. આરોપી મહેન્દ્ર શાહની ઉંમર 52 વર્ષ છે.

દાદાની ઉંમરવાળા વ્યક્તિએ 7 વર્ષની માસૂમ બાળા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે બાળકીએ પોતાની દાદીને જાણ કરી હતી. ત્યારબાદ બાળકીની માતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી પોસ્કો એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે.

દાદાની ઉંમરના વ્યક્તિએ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું

લિંબાયત પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ શાળામાં ગુડ ટચ અને જેવા કાર્યક્રમો થકી જાગૃત થયેલી 7 વર્ષની બાળકીએ પોતાની દાદીને જણાવ્યું હતું કે, તે પોતાના મિત્ર પ્રિન્સના ઘરે રમવા માટે ગઈ હતી. તે દરમિયાન પ્રિન્સના દાદા બાળકીને ઘરના નીચેના ગોડાઉનમાં લઈ ગયા હતા.

ત્યારબાદ પીડિત બાળકીને ખોળામાં બેસાડી જાતીય સતામણી કરી હતી. ફક્ત એટલું જ નહીં બાળકીએ દાદીને જણાવ્યું હતું કે, દાદાની ઉંમરના વ્યક્તિએ તેની સાથે દુષ્કર્મ આચાર્ય હતું. આ અંગે બાળકીની દાદીએ માતાને જાણ કરતા બાળકીની માતાએ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.