Gujarat

કલ્યાણપુર તાલુકામાં વહેલી સવારે 4 મીમી વરસાદ પડ્યો, અન્યત્ર ઉઘાડ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મંગળવારે વરસી ગયેલા સાર્વત્રિક વરસાદ બાદ ગઈકાલે બુધવારે આખો દિવસ મેઘ વિરામ રહ્યો હતો.

આજરોજ ગુરુવારે કલ્યાણપુર તાલુકામાં ચઢતા પહોરે જોરદાર ઝાપટા વરસી તથા 4 મી.મી. પાણી પડી ગયું હતું. જ્યારે જિલ્લાના અન્ય ભાગોમાં વાતાવરણ ચોખ્ખું રહ્યું હતું. જોકે ગરમી અને બફારા ભર્યો માહોલ હાલ યથાવત રહ્યો છે.

દ્વારકા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યો છે. ત્યારે ગરમી અને ઉકળાટ જોતા વધુ વરસાદ વરસે તો પણ નવાઈ નહીં. આજે સવાર સુધીમાં ખંભાળિયા તાલુકામાં કુલ 31 ઈંચ સાથે જિલ્લામાં કુલ સરેરાશ વરસાદ 20 ઈંચ પડી ચૂક્યો છે.