Gujarat

અંબાજીની આદ્ય શક્તિ જનરલ હોસ્પિટલ ઉપર 140 કિલો વોટની સોલાર પ્લાન્ટ કાર્યરત થયો

યાત્રાધામ અંબાજીમાં આધ શક્તિ જનરલ હોસ્પિટલ ઉપર 140 કિલો વોટની સોલાર પ્લાન્ટ કાર્યરત કરાયો છે. જેના થકી 10,000 યુનિટ વીજપુરવઠો જનરેટ થતાં હોસ્પિટલના બિલમાં મોટો ફાયદો થશે. યાત્રાધામ અંબાજીમાં આવેલી આદ્યશક્તિ જનરલ હોસ્પિટલમાં ઓપીડી વિભાગ, વોર્ડ વિભાગ, ઓપરેશન, ડાયાલિસિસ વિભાગ, લેબોરેટરી વિભાગ, તાત્કાલિક સારવાર વિભાગ, એક્સરે વિભાગ અને અન્ય વિભાગો સતત કાર્યરત રહે છે.

આ અંગે હોસ્પિટલના અધિક્ષક ડો. યજુવેન્દ્ર મકવાણાએ જણાવ્યું હતુ કે, હોસ્પિટલ ખાતે સોલાર પ્લાન્ટ ચાલુ કરવા માટે ગુજરાત સરકારમાં નિયમ મુજબ કાર્યવાહી કરેલ હતી. જ્યાં ગુજરાત સરકાર દ્વારા 2 સોલાર પ્લાન્ટ ચાલુ કરવામાં આવી છે.

જ્યાં 59.73 કેપેસીટી અને 79.86 કેપેસીટીના બે મળી કુલ 140 કિલો વોલ્ટની કેપીસીટીના બે સોલર પ્લાન્ટ કાર્યરત થયા છે. જેમાંથી આશરે 10,000 યુનિટ વાતાવરણની અનુકૂળતા પ્રમાણે વીજ પુરવઠો જનરેટ થશે અને હોસ્પિટલમાં જે બિલ આવે છે તે નહિવત થઈ જશે.