મહેમદાવાદથી અમદાવાદ તરફ જતાં માર્ગ ઉપર આવેલા હનુમાનજી મંદિર પાસેનો માર્ગ છેલ્લા લાંબા સમયથી અત્યંત બિસ્માર અને જોખમી હાલતમાં ફેરવાઇ ગયો છે. જેને લઇને આ માર્ગ પરથી પસાર થતાં વાહનચાલકોમાં તંત્ર પરત્વે ભારે નારાજગી જોવા મળી રહી છે.
મહેમદાવાદથી અમદાવાદ હાઇવે ઉપર જતાં હનુમાનજી મંદીર પાસેથી પસાર થતાં રોડ ઉપર મસમોટા ખાડા પડી જતાં વાહનચાલકોને – રાહદારીઓને તથા હનુમાન મંદિર દર્શન કરવાં જતા ભક્તોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ આ રસ્તો અમદાવાદ તરફ જતાં હાઇવે ઉપર જવા માટેનો મહત્વનો માર્ગ હોવાથી વાહનચાલકો આ રસ્તાનો મોટાપાયે ઉપયોગ કરે છે. મહેમદાવાદથી ખાત્રજ ચોકડી તરફ જતાં રોડ ઉપર હનુમાનજી મંદિર આવ્યું છે જેની બાજુમાંથી આ રોડ પસાર થાય છે.
આ માર્ગ પર હાલમાં મસમોટા ખાડા પડ્યા છે. જેને કારણે લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે. ત્યારે તંત્ર દ્વારા આ જોખમી ખાડાઓ પુરવાની સાથે સાથે રોડની મરામત કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે

