Gujarat

પલસાણા કારેલી ગામે ATSની ટીમે એમ.ડી ડ્રગ્સ બનાવવાનું કેમિકલ ઝડપી લીધું, 4.5 કિલો કેમિકલ ઝડપાયું હોવાની માહિતી

દેશના યુવાધનને ડ્રગ્સના રવાડેથી અટકાવવા પોલીસ દ્વારા સતત ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સુરત જિલ્લામાંથી ડ્રગ્સ બનાવવાનું કેમિકલ ઝડપાતા ચકચાર મચી ગઇ છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામની સીમમાં આવેલ industriesમાં એક ગોડાઉનમાં એમડી ડ્રગ્સનું કેમિકલ હોવાનું માહિતી ગુજરાત ATSને મળતા ગુજરાત ATSની ટીમે દરોડા પાડ્યા હતા.

4.5 કરોડનું કેમિકલ ઝડપાયું હોવાની માહિતી
ગુજરાત ATSએ પાડેલ દરોડાની ગંધ સુરત જિલ્લા LCB, SOG તો દૂર પણ સ્થાનિક પોલીસને પણ આવી ન હતી. ગતરોજ બપોરના સમયે દરોડા પાડયા હતા. મોડી રાત્ર સુધી ચાલેલા ઓપરેશનમાં 4.5 કરોડની કિંમતના 4.5 કિલોનો જથ્થો ઝડપાયો હોવાનું જાણવા મળ્યું છે. જોકે હજુ સુધી ATS ટીમ દ્વારા સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.