Gujarat

બારડોલીમાં ફરી રખડતા ઢોરનો ત્રાસ વધ્યો

બારડોલી નગરમાં ગત દિવસોમાં રખડતાં ઢોરનો ત્રોસ વધુ રહેતા લોકો પરેશાન થયા હતાં. જે અંગે પાલિકામાં અવાર નવાર રજૂઆત કરતાં પાલિકા દ્વારા નગરના જાહેર રસ્તા પર રખડતાં ઢોરને પકડવાનું અભિયાન ચલાવ્યું હતું જેથી લોકોને રાહત થઈ હતી. અત્યાર ફરી નગરના વિવિધ વિસ્તારોમાં રખડતાં ઢોરો જાહેર માર્ગો પર અડ્ડો જમાવીને બેસે છે. જેના કારણે ફરી લોકો રખડતાં પશુને કારણે હેરાન થઈ રહ્યાં છે. પાલિકા ફરી રખડતાં ઢોરના ત્રાસમાંથી મુક્તિ અપાવે એવી માંગ કરી રહ્યાં છે.

બારડોલી નગરના વિવિધ વિસ્તારોમાં રખડતાં ઢોરનો ત્રસ જોવા મળે છે. ભૂતકાળમાં રખડતાં ઢોર દ્વારા બે વ્યક્તિને ઈજા પહોંચાડી મોતને ઘાટ ઉતારવાના બનાવો પણ બન્યા છે. ત્યારબાદ પાલિકા તંત્ર સાફળુ જાગી જાહેર માર્ગ પર રખડતાં ઢોરને પકડવાનું અભિયાન ચલાવ્યું હતું. જે અભિયાન બાદ નગરના જાહેર માર્ગ, સોસાયટીઓમાં રખડતાં ઢોરને પકડી પાંજરે પુરવામાં આવ્યા હતાં. જેથી નગરમાં એક પ્રાકારની શાંતિ અને સ્વચ્છતા જોવા મળતી હતી. હાલ ચોમાસાની સિઝન શરૂ થતાની સાથે ફરી રખડતાં ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે.

નગરના વિવિધ વિસ્તારોમાં જેવા એમએનપાર્ક નજીક બીજેપી કાર્યાલય નજીક, ઓરટીઓ ઓફિસ નજીક, બારડોલી -કડોદ રોડ પર, શાકભાજી માર્કેટ, લીમડાચોકથી લિનિયર બસ સ્ટેન્ડ રોડ પર રખડતાં ઢોરો જોવા મળે છે. જેના કારણે પસાર થતાં નગરજનોએ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે, તેમજ ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય રહી છે.

આ ઉપરાંત નગરની સોસાયટીઓમાં પણ રખડતાં ઢોરને કારણે ગંદકીનું સામ્રાજ જામી રહ્યું છે. રહીશો ફરી રખડતાં ઢોરથી ત્રસ્ત થઈ ગયા છે. ફરી પાલિકા દ્વારા આવા રખડતા ઢોરને પાંજરે પુરે એવી માંગ ઉઠી છે.