રાજકોટ જિલ્લા ના શાપર-વેરાવળ ના નેશનલ હાઇવે ના મુખ્ય સર્વિસ રોડ ના માર્ગ પર જ મસ મોટા ગાબડાઓ પડતા વાહન ચાલકો માટે જીવનું જોખમ ઉભુ થવા પામ્યુ છે.જેમાં ગતરોજ સર્વિસ રોડ ના ઊંડા ગાબડાં માં ઓટો રીક્ષા ફસાય ગયેલ હતી. જેથી ભારે જહેમત બાદ તેમને બહાર કઢાઈ હતી. રીક્ષા ચાલક નો આબાદ બચાવ થયો હતો.અહિયાં ના સર્વિસ રોડ પર ગંદા વરસાદી પાણી ભરાય જવાથી કાદવ કીચડ થઈ ગયેલ છે.જેમાં છેલ્લા બે દિવસોથી ભારે વરસાદને કારણે આ મોટો ખાડો પડી ગયાને કારણે અનેક બાઇકો અને ઓટો રીક્ષા ચાલકો વગેરે અકસ્માત થયા કરેશે જેમાં આ સર્વિસ રોડ દર વર્ષે આજ હાલત જોવા મળે છે.
આ ભુવામાં વરસાદી પાણી ભરાય રહેતુ હોય રાત્રી દરમ્યાન ખાસ કરીને ટુ વ્હીલર વાહન ચાલકોને તેનો અંદાજ સુધ્ધા ન રહેતા અનેક વાહન ચાલકો રસ્તે પટકાયા હતા.મસમોટા ગાબડાઓ પડતા દરરોજ ટ્રાફિક જામ પણ રહેતો હોય છે. આ સર્વિસ રોડ માં મસ મોટા ગાબડાઓ પડતા વાહન ચાલકો ઉપર અકસ્માતનું જોખમ ઉભુ થયુ છે.સર્વિસ રોડ પર દરરોજ હજારો ની સઁખ્યા માં વાહનો ની અવરજવર થતી હોય છે.
અહીંયા વરસાદી પાણી ભરાય રહેતા આજુબાજુ ના વિસ્તારો માં પણ મચ્છરો નો ઉપદ્રવ વધી ગયો છે. જેને લઈને પસાર થતા વાહનચાલકો અને સર્વિસ રોડ પર નજીક ના વિસ્તારો ના રહીશો પર આરોગ્ય નો ખતરો મન્દ્રાયેલો છે. તંત્ર દ્વારા હાલ આ સર્વિસ રોડ વહેલી તકે રીપેરીંગ થાય તેવી લોક માંગ ઉઠી છે..

