Gujarat

જામનગરની બાલાચડી સૈનિક સ્કૂલમાં આંતર સદન વોલીબોલ ચેમ્પિયનશિપ 2024-25નું આયોજન કરાયું

સૈનિક સ્કૂલ બાલાચડી જામનગરમાં ઇન્ટર હાઉસ વોલીબોલ ચેમ્પિયનશિપ 2024-25નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આ ચેમ્પિયનશિપમાં પાંચ સિનિયર હાઉસ ટીમોએ ભાગ લીધો હતો. ચેમ્પિયનશિપ લીગ કમ નોક આઉટ ધોરણે યોજવામાં આવી હતી. છેલ્લી લીગ મેચ ગરુડ હાઉસ અને શિવાજી હાઉસ વચ્ચે રમાઈ હતી.

બંને ટીમોના શાનદાર પ્રદર્શન બાદ શિવાજી હાઉસે ગરુડ હાઉસને 2-0થી હરાવીને ટાઈટલ જીત્યું હતું. એકંદરે ઇન્ટર હાઉસ વોલીબોલ ચેમ્પિયનશિપ 2024-25 શિવાજી હાઉસે જીતી હતી. પ્રતાપ હાઉસના કેડેટ રૂદ્ર તેજાની, વર્ગ XI અને કેડેટ રિધમ બંભના, વર્ગ VIII ને અનુક્રમે ચેમ્પિયનશિપના ‘શ્રેષ્ઠ ખેલાડી’ અને ‘શ્રેષ્ઠ ઉભરતા ખેલાડી’ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.મુખ્ય મહેમાન કર્નલ શ્રેયશ મહેતા, આચાર્ય, સૈનિક સ્કૂલ બાલાચડીએ વિજેતાઓને ચેમ્પિયનશિપ ટ્રોફી એનાયત કરી હતી.

સભાને સંબોધિત કરતી વખતે, મુખ્ય અતિથિએ વિજેતાઓ અને સહભાગીઓને અભિનંદન આપ્યા હતા.તેણે કહ્યું કે કોઈપણ પ્રયત્ન કરે છે તે રમત જીતી શકે છે.તેમણે કેડેટ્સને તમામ રમતોમાં સક્રિયપણે ભાગ લેવા અને ઓછામાં ઓછી એક રમતમાં શ્રેષ્ઠ બનવાનો પ્રયાસ કરવાની અને રમતી વખતે, અભ્યાસ કરતી વખતે અને કોઈની સાથે વાર્તાલાપ કરતી વખતે સારા મુદ્દાઓ ગ્રહણ કરવા માટે સલાહ આપી હતી.