Gujarat

ચાંદી બજારમાં દુકાનના તાળા તોડતા તસ્કરો કેમેરામાં કેદ

જામનગર શહેરના મધ્યમાં આવેલા અને સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના નજીક આવેલ સોના ચાંદીના વેપાર માટે પ્રખ્યાત ચાંદી બજાર વિસ્તારમાંં ગુરૂવારે મોડીરાત્રે બે તસ્કરોએ ડીસમીસ વડે સોનીની દુકાન તોડવાનો પ્રયાસ કર્યો હતો.

લગભગ પાંચ મિનિટ સુધી તેઓ તાળા તોડવા માટે મથતા રહ્યા પરંતુ સદનસીબે તાળુ ન તૂટતા તેઓ ફાવ્યા ન હતા અને ત્યાંથી નાસી છૂટ્યા હતા. આ સમગ્ર ઘટના બાજુમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

સવારે ઘટના બહાર આવતા જ વેપારીઓમાં હોબાળો મચી ગયો હતો અને રાબેતા મુજબ પોલીસે તપાસની ખાતરી આપી હતી.