Gujarat

સાવરકુંડલા ખાતે આવેલ જે. વી મોદી હાઈસ્કૂલમાં બીઆઈએસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત જે.વી. મોદી હાઈસ્કૂલમાં બીઆઈએસ અંતર્ગત કાર્યક્રમ યોજાઈ ગયો. તારીખ ૧૪-૮-૨૪ ના રોજ ભારતીય માનાંક બ્યુરો(બીસ) દ્વારા અને જેવી મોદી હાઇસ્કુલ સ્ટાન્ડર્ડ ક્લબ અંતર્ગત સ્ટાન્ડર્ડ આઈએસઓ માર્ક સાથેની વસ્તુ અને તેની માહિતી વિશે બીસના સૌરાષ્ટ્ર ઝોનના અધિકારી  અમનસિંહના માર્ગદર્શન નીચે શાળામાં અશ્વિની સર અને અભિનવ સર દ્વારા ભારતીય માનાંક બ્યુરો વિશે માહિતી આપી બોલપેન સ્ટાન્ડર્ડ વિશે માહિતી આપી હતી. પછી તેના વિશે લેખન કાર્ય પણ કરાવવામાં આવ્યું હતું અને પ્રથમ ચાર નંબરના વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવેલ.
પ્રથમ નંબર મેળવેલ ભૂકણ હરદીપ અને સરવૈયા ભાર્ગવે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ જેમને રૂપિયા ૧૦૦૦ નું રોકડ ઇનામ આપેલ બીજા નંબરે બાંભણિયા કેવલ અને ડાભી ગૌતમ આવેલ જેમને રૂપિયા ૭૫૦ નું રોકડ ઇનામ આપવામાં આવેલ ત્રીજા નંબરે તુવાર મહંમદ અયાન અને અજમેરી ઉવેશ આવેલ જેને રૂપિયા ૫૦૦ નું નામ આપવામાં આવે લ જ્યારે ચોથા નંબરે રાઠોડ મયુરી અને પથ્થર મયુરી આવેલ રૂપિયા ૨૫૦ નું નું રોકડ ઇનામ આપવામાં આવેલ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના  વિજ્ઞાન શિક્ષકો  નીતિનભાઈ સાવજ અને  હરેશભાઈ ગુજરાતીએ જહેમત ઉઠાવેલ અને સુંદર આયોજન કરેલ. શાળાના કોન્ફરન્સ હોલમાં આયોજન કરેલ આ સ્પર્ધા અને કોન્ફરન્સ હોલની સુવિધા જોઈને આવેલ અધિકારીશ્રીઓ પણ ખૂબ પ્રસન્ન થયેલ અને રાજકોટ સૌરાષ્ટ્ર ઝોનની ઓફિસમાં જઈ રૂબરૂ પ્રશંસા કરેલ અને સૌરાષ્ટ્ર જોનના વિભાગીય વડા શ્રી અમનસિંહ દ્વારા પણ મેસેજ કરી આયોજનને બિરદાવેલ.કાર્યક્રમની સફળતાને શાળાના આચાર્ય શ્રી આશિષભાઈ જોશીએ બિરદાવેલ અને આયોજક બંને શિક્ષકો અને વિદ્યાર્થીઓને અભિનંદન  આપી શાળાનું ગૌરવ વધારવા બદલ ધન્યવાદ આપ્યા હતા.અંતમાં તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે એક એક બોલપેન ભેટમાં આપેલ તેમ જ ગરમાગરમ સમોસાનો નાસ્તો પણ કરાવેલ. આવનાર અધિકારીએ ૫૧ બાળકોને આગામી દિવસોમાં ઇન્ડસ્ટ્રીઝની મુલાકાતની પણ પ્રોમિસ આપેલ હતી.
બિપીન પાંધી