*યાત્રિકો અને ગામજનોને જુના નાકાથી RTO સર્કલ સુધી જતા લાગે છે બીક*
ગુજરાતનું પ્રસિદ્ધ શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોને આસ્થા નું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે આવેલ ગબ્બર સર્કલ અને ત્યાંથી ગબ્બર તરફ જવાના મુખ્ય માર્ગ ઉપર થાંભલે લગાવેલી લાઇટો શોભા ગાંઠીયા સમાન અંબાજીને જોડતા મુખ્ય બે માર્ગ આબુરોડ અને ગબ્બર તરફ આવતું સર્કલમાં અંધકારમાં ગબ્બર રોડ પર જાતા યાત્રિકો અને રહેનાર રહીશોને પણ આ માર્ગ ઉપર રાત્રે અંધારું હોવાથી ખૂબ જ તકલીફ પડતી હોય છે આ માર્ગ પર લગાવેલી લાઈટો ખાલી તંત્રી મંત્રીઓ અંબાજીમાં આવે છે માટે શરૂ કરવામાં આવે છે પછી પછી બંધ કરી દેવામાં આવે છે
બસ કોઈ સરકારી કાર્યક્રમોમાં હોય ત્યારે આ રોડ લાઈટો ને ચાલું કરવામાં આવે છે મંત્રી તંત્રી આવતા હોય ત્યારે તો તંત્ર મોટા પ્રમાણમાં ખર્ચો કરતું હોય છે પણ યાત્રિકો અને ગામજનોને પડતી મુશ્કેલી નો સામનો કોઈ તંત્ર કરવા તૈયાર થતું નથી રાત્રે અંધારામાં આ માર્ગ પર બેન દીકરી જતા પણ વિચાર કરે છે
કારણ કે જુના નાકા થી RTO સર્કલ સુધી આખો રોડ અંધકારમાં છવાઈ જાય છે જેના કારણે સ્થાનિકો આ રોડ ઉપર જવા માટે ગભરાઈ રહ્યા છે માટે તંત્ર રોડ પર લગાવેલા થાંભલાની લાઈટ ૩૬૫ દિવસ શરૂ રે એવી યાત્રિકો અને ગામજાનો માટે અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ગ્રામ પંચાયતે વ્યવસ્થા કરવી જોઈએ
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

