Gujarat

ગારીયાધાર પંથકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો, અન્ય તાલુકાઓમાં હળવા ઝાપટાં વરસ્યા

ભાવનગરમાં ઘણા લાંબા સમય બાદ ગોહિલવાડ પંથકમાં ગારીયાધાર પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસ્ય હતા.

ગારીયાધાર પંથકમાં 2 ઈંચ વરસાદ વરસ્યો હતો. બાકી અન્ય 4 તાલુકામાં વરસાદી ઝાપટા વરસ્યા હતા.

જ્યારે અન્ય પાંચ તાલુકાઓ વરસાદથી વંચિત રહ્યા હતા. ભાવનગર શહેરમાં ગત સમી સાંજે અમુક વિસ્તારોમાં હળવા ઝાપટાઓ વરસ્યા હતા.

જ્યારે અન્ય તાલુકાઓમાં ઘોઘા, પાલીતાણા તેમજ જેસર પંથકમાં શ્રાવણી સરવડા ધીમી ધારે વરસ્યા હતા. હવે આગામી દિવસોમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થાય અને સારો સાર્વત્રિક ધોધમાર વરસાદ સમગ્ર ગોહિલવાડમાં વરશે તેવી આશા જાગી છે.