સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર આવેલા માનવ મંદિર આશ્રમને વધુ મળી વધુ એક સફળતા મળતાં ૧૨૩મી મનોરોગી બહેન સાજી થઈ. ભાવનાબેન બુચિયા નામની મનોરોગી બહેન કે જે હાલ સ્વસ્થ થતાં આશ્રમ ખાતે ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી.

આ મહિલાને મહિલા કલ્યાણ કેન્દ્ર વાળા તેડી ગયા. કચ્છ ભુજમાંથી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા તારીખ ૧૫-૧૨-૨૩ ના રોજ આ મનોરોગી બહેનને માનવમંદિર આશ્રમ ખાતે દાખલ કરવામાં આવી હતી. જે આજે કચ્છ ભુજ ખાતે કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા લઈ જવામાં આવી. કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા માનવ મંદિર ખાતે અત્યાર સુધીમાં આઠ મનોરોગી બહેનો મૂકી ગયા હતા જેમાંથી આજે આ એક મહિલા સ્વસ્થ થતાં તેમને સોંપી દેવામાં આવી છે
પૂ. ભક્તિરામબાપુએ તેમના સ્વસ્થ જીવન અને દીર્ઘાયુ માટે આશીર્વાદ પણ આપ્યા હતા. આ માનવમંદિરના પૂ ભક્તિરામબાપુ મનોરોગી બહેનોને માતૃપ્રેમ અને પિતા તુલ્ય સ્નેહ સાથે એક પરિવારની માફક પોતીકી ભાવનાથી દેખરેખ અને માવજત કરતાં જોવા મળે છે.
બિપીન પાંધી

