Gujarat

સાવરકુંડલામાં આજે પણ મેઘરાજાએ થોડી મહેર કરી. છેલ્લા બે દિવસથી એકાદ ઝાપટાં પણ કૃષિ માટે મીઠાં મધ જેવા  લાગે

લાંબા સમયની પ્રતીક્ષા બાદ સાવરકુંડલા શહેરમાં છેલ્લા બે દિવસથી એકાદ વરસાદી ઝાપટું વરસતાં શહેરમાં પ્રવર્તી રહેલી  ગરમી અને બફારાથી રાહત મળી.ખાસ કરીને ખેડૂતો માટે આ વરસાદી ઝાપટાં પણ આશીર્વાદ સમાન છે.
લાંબા સમયથી ચાલતી માવઠાની સ્થિતિમાં ખેડૂતોની ચિંતા વધી ગઈ હતી. પરંતુ આ વરસાદથી ખેતરોમાં થોડો નવસંચાર થયો  છે. ખેડૂતો આ વરસાદને કારણે ખુશ તો છે પરંતુ હજુ એક સારા વરસાદની રાહમાં પણ છે.
પ્રિયંકભાઈ,સોહિલભાઈ  નામના ખેડૂતે જણાવ્યું હતું કે, “આ વરસાદે પાકને  નવું જીવન બક્ષ્યું  છે. અમે લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા. હાલ તો  ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે અને થોડા સમય માટે પાકને  પાણી મળશે.”
આ વરસાદને કારણે શહેરની ગરમી અને બફારો ઓછો થઈ ગયો છે. લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.  ખેડૂતો માટે તો  વરસાદી ઝાપટા પણ વરદાન સમાન જ ગણાય. આશા છે કે  આગામી દિવસોમાં હજુ સારો વરસાદ વરસશે અને સારો પાક લેવામાં ખેડૂતોને મદદ મળશે.
બિપીન પાંધી