ભગવાન મહાવીર સ્વામીના અનુયાયી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર દ્વારા જન્માષ્ટમીના પવિત્ર પર્વે સાવરકુંડલાના જરૂરિયાતમંદોને અનાજ કરિયાણું તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓની કીટનું વિતરણ કરવામાં આવ્યું
સાવરકુંડલા શહેરમાં આવેલ મહાકાળી ચોક ખાતે આવેલ શોપિંગ સેન્ટરના કેમ્પસમાં આ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

આ કીટમાં તહેવારો પર જરૂરી ૯ ખાદ્ય સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેથી પરિવારો તહેવારની ઉજવણી સુખદ રીતે કરી શકે. ખાસ કરીને, સાવરકુંડલામાં ચાલતા ત્રણ છાશ કેન્દ્રમાં આવતા પરિવારો માટે આ સહાય મધ જેવી મીઠી લાગી હતી છેલ્લા ૮ વર્ષથી ખેતાણી પરિવાર સાવરકુંડલા શહેરમાં ૧૮૦૦ પરિવારોને નિ:શુલ્ક છાશનું વિતરણ કરી રહ્યું છે તેમજ ઉનાળામાં આ પરિવાર દ્વારા સાત છાશ કેન્દ્ર ચલાવવામાં આવે છે.
જેમાં ગાયત્રી મંદિર અને ઉતાવળા હનુમાન મંદિર તેમજ જલારામ મંદિર ખાતે નિયમિત વિના મૂલ્ય છાશ કેન્દ્રો ચાલે છે. જેમાં જન્માષ્ટમીના પર્વે આ પરિવારે માનવસેવાના આ મહાયજ્ઞમાં રાશનકીટનું વિતરણ કરીને પોતાની સેવા ભાવના દર્શાવી હતી.

આ સેવામાં સહભાગી થનારા મહાનુભાવો હરીશભાઈ ડી ગાંધી આર્કિટેક મુંબઈ, ઉમંગભાઈ ગાંધી આર્કિટેક મુંબઈ, મેહુલભાઈ વ્યાસ ઇન્ડિયન રેડ ક્રોસ, તેમજ પ્રદીપભાઈ દોશી વરિષ્ઠ પત્રકાર જયંતીભાઈ વાટલીયા ટ્રસ્ટી શ્રી નુતન કેળવણી મંડળ મુકેશભાઈ ત્રિવેદી પ્રમુખ સમસ્ત બ્રહ્મ સમાજ, વિદુલાબેન સૂચક અને યોગેશભાઈ ઉનડકટ પત્રકાર શ્રી સતિષભાઈ પાંડે સામાજિક કાર્યકર કૌશિકભાઈ તુલસી પ્રોવિઝન શૈલેષભાઈ ચરખાવાળા તેમજ નંદલાલભાઈ સાદીયા સામાજિક કાર્યકર દ્વારા આ સેવાયજ્ઞમાં સમાજમાં સકારાત્મક ઉર્જા ફેલાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. ખેતાણી પરિવારના આ ઉમદા કાર્યની સમગ્ર શહેર દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે.
બિપીન પાંધી

