કવાંટ તાલુકાના મોટી ટોકરી ગામે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કરા નદીમાં અચાનક ઘોડાપૂર આવ્યું હતું, સવારે સાડા સાત વાગે શૌચક્રિયા માટે યુવતી નદીના સામે પાર ગઈ હતી. અને અચાનક પ્રવાહ વધતા નદીની વચ્ચે ટેકરી ઉપર ચઢી ગઈ હતી.

ગ્રામજનોએ યુવતીને ફસાયેલી જોઈ પ્રશાસનને જાણ કરી અને છોટાઉદેપુર નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ, મામલતદાર, તલાટી સહિત પ્રશાસનની ટીમ ઘટના સ્થળે પહોચી રેસેક્યુની કામગીરી હાથ ધરી. સ્થાનિક તરવૈયાની મદદથી સાડા ત્રણ કલાક બાદ યુવતીને સુરક્ષિત બહાર કાઢી લેવાઈ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

