ગામે ગામ હાલ રખડુ ઢોર નો ત્રાસ વધી રહ્યો છે ત્યારે સુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થ મા પણ અવાર નવાર રખડુ ઢોર હાઇવે રોડ પર ચડી આવતા ટ્રાફિક સમસ્યા સર્જાય છે તો ક્યારેક વાહન ચાલકો ને હડફેટે લેતા અકસ્માતો સર્જાતા રહે છે હાલ દિવસે દિવસે રખડુ ઢોર વધતા જતા હરેક એરિયા મા રહેણાક વિસ્તારમાં તો ક્યારેક હાઇવે રોડ પર આખલા ની ઈન ફાઇટ જોવા મળે છે
અને અવાર નવાર રાહદરીઓ ને અને વાહન ચાલકો ને હડફેટે લેવા ના બનાવો બનતા રહે છે જેથી વાહન ચાલકો ને તેમજ સ્થાનિક લોકો મા ડર નો માહોલ છવાઇ રહે છે એમાં પણ હાલ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પ્રાચી તીર્થ ખાતે યાત્રિકો નો ઘસારો પણ વધુ રહેતા આવતા જતા યાત્રિકો ને પણ હાલાકી વેઠવી પડી રહી છે તો આ રખડુ ઢોર ને લઇ કોઈ મોટી જાન હાની સર્જાઈ તે પહેલાં યોગ્ય પગલાં લેવા લોક માંગ ઉઠી છે
હાર્દિક કાનાબાર પ્રાચી

