Gujarat

સાવરકુંડલામાં  શિવજીની પાલખિયાત્રા શહેરના માર્ગો પર નીકળી હતી

સાવરકુંડલામાં દર વર્ષે રિધ્ધિ સિધ્ધિનાથ મહાદેવજી મંદિર ખાતે રુદ્રગણ (ધૂન મંડળ) દ્વારા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવજીની ધૂન લેવામાં આવે છે અને શ્રાવણ માસના છેલ્લા દિવસે ભગવાન ભોળાનાથની પાલખી યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર નીકળી હતી મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા એ પાલખી યાત્રાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અને પાલખી યાત્રા દરમિયાન બાળકો દ્વારા શિવજીની વેશભૂષા ધારણ કરી હતી સાથો સાથ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગઢિયાભાઈએ નંદી મહારાજની વેશભૂષા ધારણ કરી હતી એમ યોગેશ ઉનડકટની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું
બિપીન પાંધી