રામદેવસિંહ દ્વારા સાવરકુંડલા મહુવા રોડ, ગઢીયા પેટ્રોલ પંપ થી કુદરતી ઉપચાર કેન્દ્ર સુધીના રસ્તાની મેઈન ગટર ઘણા લાંબા સમયથી બંધ (બ્લોક) હતી તે ફરી ચાલુ કરી લોકોને રાહત આપવી જે સમસ્યા થી મહુવા રોડના વેપારીઓ અને દુકાનદારોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે વેપારી દુકાનદારોએ અવાર નવાર રજૂવાત કરેલી છેલ્લે મુકેશભાઈ ઘોઘારી દ્વારા સાવરકુંડલા નગરપાલિકામાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી મુકેશભાઈ ઘોઘારી તેમજ વેપારી દુકાનદારોએ રામદેવસિંહ ગોહિલનો સંપર્ક કર્યો
રામદેવસિંહ ગોહિલ તાત્કાલિક ચીફ ઓફિસર સાહેબ તેમજ પાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી સાથે વાતચીત કરી અને નિરાકરણ લાવવા રજૂઆત કરી અને તાત્કાલિક ધોરણે ગટર ચાલુ કરાવી તે બદલ મુકેશભાઈ તેમજ દુકાનદારોએ રામદેવસિંહનો દિલથી આભાર વ્યકત કર્યો હતો
બિપીન પાંધી

