આજે શ્રાવણ માસ અને સોમવતી અમાસ હોય લોકો આજ સવારથી પિતૃતર્પણ અર્થે પીપળાના વૃક્ષ ફરતે પ્રદક્ષિણા કરીને જળ અર્પણ કરતાં જોવા મળેલ આમ તો આજે લોકો પિતૃઓના મોક્ષાર્થે (પિતૃતર્પણ) અર્થે ખૂબ જ ભાવ અને શ્રદ્ધાપૂર્ણ વાતાવરણમાં પીપળાને જળ અર્પણ કરી તેનું પૂજન અર્ચન કરતાં જોવા મળ્યા.

આમ ગણીએ તો ભારતીય સંસ્કૃતિમાં પીપળાના વૃક્ષને અતિ પવિત્ર માનવામાં આવે છે. આમ આ પીપળાનું વૃક્ષ ભારતીય સંસ્કૃતિની એક અનોખી પહેચાન ધરાવે છે….
બિપીન પાંધી

