Gujarat

શ્રી ધજડી પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી

૫મી સપ્ટેમ્બરના રોજ સાવરકુંડલા તાલુકાની શ્રી ધજડી પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી.
દર વર્ષે ૫  સપ્ટેમ્બર શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસ દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસના અવસર પર ઉજવવામાં આવે છે. દરેક વિદ્યાર્થી માટે શિક્ષકો પ્રત્યે પ્રેમ અને આદર વ્યક્ત કરવાનો સૌથી ખાસ દિવસ છે. આ દિવસે વિદ્યાર્થીઓ પોતે શિક્ષક બને છે અને સહપાઠી મિત્રોને પોતે શિક્ષક તરીકે અભ્યાસ કરાવે છે.
આ રીતે શાળાના દરેક બાળકોએ શિક્ષક બની ઉત્સાહભેર શિક્ષક દિન નિમિત્તે ભાગ લઈ પોતાનો ઉત્સાહ બતાવ્યો હતો. પોતાના સહપાઠી મિત્રોને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા અભ્યાસ કરાવ્યો હતો અન્ય વિદ્યાર્થી મિત્રોએ પણ ખૂબ સારો સહયોગ આપ્યો હતો. આજના દિવસનું સમગ્ર આયોજન ધોરણ -૮ નાં  વિદ્યાર્થીઓ જેવા કે કેમ્પસ ડાયરેક્ટર હાર્વિશાબેન પંચાણી તથા આચાર્યશ્રી રાજભાઈ હરિયાણી અને પરિતાબેન હરિયાણી દ્વારા કરવામાં આવ્યું હતું તથા દરેક વિદ્યાર્થી માટે ટાઈમ ટેબલ બનાવવામાં આવ્યું હતું.
 
અંતમાં દરેક વિદ્યાર્થીઓએ પોતાનું વક્તવ્ય આપ્યું હતું અને પોતાના અનુભવો રજૂ કર્યા હતા. કાર્યક્રમના અંતે આ શાળાના આચાર્ય શ્રી રવજીભાઈ બગડા દ્વારા દરેક વિદ્યાર્થીઓને તથા શાળા પરિવારને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
બિપીન પાંધી