Gujarat

ગ્રામ પંચાયત ચૂંટણી-૨૦૨૧ મતદાન મથકોમાં ઇલેકટ્રોનિક ઉપકરણો સાથે પ્રવેશ કરવા પર પ્રતિબંધ

જામનગર જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. આગામી ચૂંટણી માટે નક્કી કરવામાં આવેલ મતદાન મથકોમાં મતદાન એજન્ટઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટ તેમજ સંબંધિત મતદાન મથકના નોંધાયેલ મતદારો મોબાઇલ ફોન સાથે તા.૧૯/૧૨/૨૦૨૧ના રોજ સવારના ૦૭:૦૦ કલાકથી સાંજના ૦૬:૦૦ કલાક સુધી પ્રવેશ કરવા પર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી મિતેશ પી. પંડ્યા દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ ની કલમ-૧૪૪ હેઠળ પ્રતિબંધ ફરમાવેલ છે.                                    ચૂંટણી ફરજ સોંપાયેલ સરકારી અધિકારી અને કર્મચારીને તેમજ ચૂંટણી અધિકારીશ્રીએ અધિકૃત કરેલ વ્યક્તિઓને આ હુકમ લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ મુજબ સજાને પાત્ર થશે.       

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *