જામનગર જિલ્લાના તમામ ખેડુતોને જણાવવાનું કે, ચાલુ વર્ષે ૨૦૨૧-૨૨માં સ્માર્ટ ફોન ખરીદી પર સહાય યોજનાનો લાભ લેવા માટે સરકારશ્રી દ્વારા ખુલ્લા મુકવામાં આવેલ આઇ-ખેડુત પોર્ટલ ઉપર તા.૧૯-૧૨-૨૦૨૧ સુધીમાં ઓનલાઇન અરજીઓ કરી જરૂરી સાધનીક કાગળો જેવા કે અરજીની પ્રિન્ટ નકલ, ૮-અ નો દાખલો, આધારકાર્ડની નકલ, રેશન કાર્ડ, બેન્ક પાસબુકની નકલ/ કેન્સલ ચેક સાથેની અરજીઓ સામેલ રાખી લગત તાલુકા પંચાયતની ખેતીવાડી શાખા ખાતે અરજી કર્યાના ૭- દિવસમાં પહોંચતી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવે છે.
