મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
“કોસમોસ ક્રિએસન ફાઉન્ડેશન, ગાંધીનગર”તથા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ના સંયુક્ત ઉપક્રમે “આઝાદીના અમૃત મહોત્સવ” અંતર્ગત ખેડા જિલ્લાની સરહદે આવેલા “ઉત્કંઠેશ્વર ધામ” ના સાનિધ્યમાં સાંસ્કૃતિક લોકડાયરાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં પુનાદરા ગામ ના સરપંચ શ્રી. અસરતબેન ,સરપંચ શ્રી ના પ્રતિનિધિ ગામના આગેવાનશ્રી પી. ડી. ઝાલા ઝાલા પી. ડી. ઝાલા સાહેબ, શ્રી બાબુભાઈ લોકસાહિત્ય કાર તથા મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ પ્રાસંગિક પ્રવચનમાં ગુજરાતી અભિનેતા એન.સી.ચૌહાણે ભારતનાં 75 વર્ષ બાબતે આછી પાતળી રૂપરેખા અને દેશના શહિદોના ત્યાગ ને પણ યાદ કર્યો હતો. આઝાદી ની ચળવળમાં સક્રિય એવા મહાન વિભૂતિઓ સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધી વગેરે વિશે માહિતી આપી હતી. તેમજ આ સાંસ્કૃતિક લોક ડાયરા ના કાર્યક્રમમાં આજુ બાજુના વિસ્તારમાં આવેલા ગામ વાધજીપુરા, ફુલજીની મુવાડી, પુનાદરા, વગેરે ગામના યુવાનો, વડીલો, મોટી સંખ્યામાં આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
આ લોકડાયરામાં કલાકારો સર્વશ્રી કાસમભાઈ, દિનેશ વાધેલા, દક્ષાબેન, મુકેશભાઈ તબલચી, ધમેશભાઈ વગેરે એ ઉપસ્થિત ગ્રામજનો ને સંગીતમય સાંસ્કૃતિક ડાયરાની મોજ કરાવી હતી. પ્રસંગે સંસ્થા ના હોદ્દેદારો તથા સંસ્થા ના પ્રમુખ શ્રી. રતનસિહ વાધેલા એ આભાર વ્યક્ત કર્યો હતો.
Attachments area


