‘વરસાદના પાણીના એક એક ટીપાનો ભૂગર્ભમાં સંગ્રહ કરીને ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવાનો યોજનાનો હેતુ છે. જળ સંરક્ષણ માત્ર નીતિ નથી, પણ સામાજિક નિષ્ઠાનો પણ મુદ્દો છે. જળસંચયની યોજના

જળસ્રોતો અને પર્યાવરણના રક્ષણ માટે જ નહીં, પણ ભાવિ પેઢીને સમૃદ્ધ જળવારસો આપવાનું માધ્યમ બનશે.’ સુરતના ઈન્ડોર સ્ટેડિયમમાં વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી શુભારંભ કરાવતાં આ શબ્દો કહ્યા હતા.
વડોદરા દેશનો એક માત્ર જિલ્લો, જેની તમામ શાળામાં રેઇન હાર્વેસ્ટિંગ પ્લાન્ટ છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડોદરા દેશનો એક માત્ર જિલ્લો છે, જેની તમામ શાળાઓમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટ છે.

