Gujarat

હારીજમાં જલિયાણ ગ્રુપ દ્વારા આયોજિત સદસ્યતા અભિયાનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા..

પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર

હારીજમાં જલિયાણ ગ્રુપ દ્વારા આયોજિત સદસ્યતા અભિયાનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા..

ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનમાં રાજ્યના અનેક જિલ્લા તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારોમાં પાર્ટીના હોદેદારો કાર્યકરો સરકારની અનેક વિકાસ લક્ષી કાર્યોની માહિતી જન જન સુધી પહોંચાડી લોકોને ભાજપના સદસ્યતા અભિયાનમાં જોડવા માટે અથાગ મહેનત કરી રહ્યા છે.ત્યારે હારીજમાં નગર પાલિકા પૂર્વ પ્રમુખ ભાજપ પક્ષના વફાદાર સદસ્ય જલિયાન ગ્રૂપના મિતેશભાઈ ઠક્કર તથા ટીમ દ્વારા ભારતીય જનતા પાર્ટીને વધુ મજબૂત કરવા અલગ અલગ ટિમો લોકોને ભાજપ પાર્ટીમાં જોડવાનું કામ કરી આશરે ૫૦૦૦ ઉપરાંત પાર્ટીના સદસ્યો બનાવી પાર્ટીને મજબૂત બનાવવા અગાથ મહેનત કરી હતી.

ત્યારે સદસ્યતા અભિયાન વચ્ચે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અનેક અફવાઓ ફેલાતા જલિયાન ગ્રુપના મિતેશભાઈ ઠક્કરે મીડિયા સમક્ષ ખુલાસો કરતા જણાવ્યું હતું, કે પાર્ટીના વફાદાર સદસ્ય તરીકેની ભૂમિકા ભજવી સદસ્યતા અભિયાનમાં જોડવાનું કામ અમારી ટિમ કરી રહી છે જેમાં ભાજપ સદસ્ય બનાવી કીટ વિતરણ કરતા હોવાની વાહિયાત વાતો બિલકુલ ખોટી છે. જયારે તેઓના જન્મ દિવસ નિમિત્તે શહેરમાં જરૂરિયાત મંદ પરિવારોને કરીયાના કીટ વિતરણ કરી સેવાના કાર્યમાં સહભાગી બન્યા હતા.

જલિયાન ગ્રુપ હંમેશા લોકોના હિત માટે જરુરિયાત મંદ પરિવારોની પડખે રહી લોકોની મદદ કરે છે જેને લઈ ખોટી અફવાઓને લઈ થઈ રહેલ ચર્ચા બાબતે લોકોને જાણકારી આપી ખુલાસો કરવામાં આવ્યો હતો.

IMG-20240918-WA0066-0.jpg IMG-20240918-WA0065-1.jpg