પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર..
રાધનપુરની નાલંદા વિદ્યાલયમાં એસ.વી્.એસ કક્ષાનો 25મો કલા ઉત્સવ યોજાયો હતો..
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ નાલંદા વિદ્યાલય માં એસ.વી.એસ કક્ષાના કલા ઉત્સવ યોજાયો હતો.જેમાં એસ.વી.એસ કન્વીનર ખેતાભાઇ પટેલ અને નાલંદા વિદ્યાલય આચાર્ રમેશભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં એસ.વી્.એસ કક્ષાનો 25મો કલા ઉત્સવ યોજાયો હતો.જેમાં વિવિધ શાળાના બાળકોએ ચિત્રકળા સુગમ સંગીત વાદન ગાયન તેમજ બાળ કવિ તરીકે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ વિદ્યાર્થીઓ પોતાની કળા રજુ કરી હતી.
રાધનપુર ખાતે આદર્શ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ કલા પ્રદર્શનનાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો જેમાં ચિત્રકલામાં પ્રથમ ક્રમાંકે સોની નિરાલી જે. ગાયન સ્પર્ધામાં રાવળ રિંકલ દ્વિતીય નંબર અને બાળ કવિ સ્પર્ધામાં ઠાકોર સોનલ ડી દ્વિતીય નંબર મેળવીને શાળાનું નામ રોશન કર્યું હતું.જેમાં શાળાના આચાર્ય ખેતાભાઇ પટેલ શાળાના સુપરવાઇઝર પરાગભાઈ ચૌધરી સહિત સમગ્ર સ્ટાફ દ્વારા વિજેતા બાળકોને અભિનંદન પાઠવ્યા હતા.




