બ્રહ્માકુમારીઝના મહાસચિવ રાજયોગી નિર્વેરજી નો પાર્થિવ દેવ પંચમહાભૂતમાં વિલીન લાખો બ્રહ્માકુમારીઝ પરિવારના સદસ્યો દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ અપાઈ
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય ના થાપના કાળ થી પિતાશ્રી બ્રહ્માબાબા ના પાલનપાત્ર રાજયોગી નિર્વેરજી એ ટૂંકી માંદગી બાદ ૧૯ સપ્ટેમ્બર ના રોજ પોતાનો દેહત્યાગ કારેલ જેને સંસ્થાના ૧૪૦ દેશોના બ્રહ્માકુમાર ભાઈ – બહેનો એ ભાવભીની શ્રધાંજલિ આપેલ.
નિર્વેરજી ભારતીય નેવી માં સર્વિસ આપી સંસ્થામાં માનવ સેવા માટે આજીવન સમર્પિત જીવન ૫૫ વર્ષથી કરેલ તેમના નૈતૃત્વમાં સંયુક્ત રાષ્ટ્સંઘ સહિત અનેક વિશાળ માનવ સેવાના સંગઠન સાથે રહી આધ્યાત્મિકતા – રાજયોગ અને ઈશ્વરીય જ્ઞાન દ્વારા ભારતીય સંસ્કૃતિ નો પ્રચાર થયો તેમના અવસાનથી અનેક શોક સંદેશામાં તેમના જીવનભરની માનવ સેવા તથા શિક્ષા જગત – નારીશક્તિ – યુવા માનસના સશક્તિકરણ ના કાર્યોને બિરદાવી પોતાના શોક સંદેશા આપેલ જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂજી, જે.પી. નડાજી, -રાજસ્થાન ના મુખ્યમંત્રી, હરિયાણા ના મુખ્યમંત્રી, અનેક સાંસદો – ધારાસભ્યો ધર્મના વડાઓએ નિર્વેરજી ના જીવનથી પ્રેરણા લાઇ માનવના અધ્યાત્મ સશક્તિ કારણના કાર્યોને સ્મરણ કરી બિરદાવેલ તથા ભાવભીની શ્રદ્ધાંજલિ આપેલ.
અમેરિકાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ પણ માનવ જાતની આધ્યાત્મ સેવાને પ્રણેતા નિર્વેરજી ને શોક સંદેશ મોકલેલ છે તથા લોક સભાના સ્પીકર ઓમબીરલાજી તથા અનેક રાજ્યોના ગવર્નર શ્રીઓએ આબુ ખાતે પોતાના શોક સંદેશ દાદી રતનમોહિનીજી ને મોકલેલ છે.


