રોટરેક્ટ કલબ ઓફ કર્ણભૂમિ મેટ્રો દ્વારા વન ડે પિકનિક યોજાઈ
રોટરેક્ટ કલબ ઓફ કર્ણભૂમિ મેટ્રો સેવાકીય આને સામાજિક કર્યોની સાથે સભ્યોના આનંદ અને ઉત્સાહને પણ એટલો જ ન્યાય આપે છે ત્યારે. ગત તા. ૨૨-૦૯-૨૦૨૪ રવિવારના રોજ ક્લબ દ્વારા “સફર એક સુહાના” નામ હેઠળ વન ડે પિકનિક નું આયોજન કરવામાં આવેલું. જેમાં સભ્યોએ ડાંગ જિલ્લામાં આવેલ ભાલખેત ગામ પાસેના વૉટરફોલની મુલાકાત લીધી હતી. કુદરતી સંપતિ, ખુશનુમા મૌસમમાં સૌએ ખૂબ આનંદ કર્યો હતો. સભ્યોએ પરિવાર સહ આનંદ માણ્યો હતો. આ રીતે સાથે રહીને આનંદ માણતા સૌ સભ્યો એક બીજાના વધુ પરિચયમાં આવતા હોય છે. જેનો વ્યક્તિગત જીવનમાં પણ ઘણો ફાયદો થાય છે. રોટરેક્ટ કલબ ઓફ કર્ણભૂમિ મેટ્રો સુરત હર હમેંશ આવા આયોજન થકી યુવા ઉત્સાહને પ્રેરણા આપતી રહે છે.


