Gujarat

અમરેલી એલ.સી.બી એ ખુનના ગુનામાં ૧૭ વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પકડયો

અમરેલી એલ.સી.બી એ ખુનના ગુનામાં ૧૭ વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પકડયો

રાજુલા પોલીસ સ્ટેશનના ખુનના ગુનામાં છેલ્લા ૧૭ વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ અને રૂ.૧૦,૦૦૦/- ના ઇનામી આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે રાજુલા પો.સ્ટે. ફ. ગુ.ર.નં. ૧૨૩/૨૦૦૭, ઈ.પી.કો. કલમ ૩૦૨ વિ. મુજબના ગુનામાં છેલ્લા ૧૭ વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ અને રૂ.૧૦,૦૦૦/- ના ઇનામી આરોપીને ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના લોંગડી ગામેથી પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ રાજુલા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

પકડાયેલ આરોપી મનુભાઈ ઉર્ફે મનો વેલજીભાઈ ઉર્ફે વેલાભાઈ સોલંકી, ઉ.વ.૫૭, રહે.ધુડીયા આગરીયા, તા.રાજુલા, જિ.અમરેલી.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.એ.એમ.પટેલ તથા એ.એસ.આઈ.બહાદુરભાઈ વાળા તથા હેડ કોન્સ. લીલેશભાઇ બાબરીયા, જયેન્દ્રભાઈ બસીયા તથા પો.કોન્સ.યુવરાજસિંહ વાળા દ્વારા કરવામાં આવેલ છે.

IMG-20240923-WA0084.jpg