વિસાવદર તાલુકાના રોડ રસ્તા ઉપર પડેલ ખાડા ઉપર પેચ વર્ક કરવા બાબતે આપ પાર્ટીની રજૂઆત
વિસાવદર જે ગ્રામ્ય તરફ જતા રોડ બિસ્માર હાલતમાં જોવા મળે છે. શહેરથી માંડાવડ તરફ જતા રોડ પર આવેલ ભયજનક ખાડાઓને પેચ વર્ક કરવા આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ મહેન્દ્ર ડોબરીયાએ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ જુનાગઢને લેખિત રજૂઆત કરેલ.
વિસાવદર શહેરના સરદાર ચોક થી માંડાવડ રોડ ઉપર વરસાદી માહોલને કારણે અકસ્માત સર્જે તેવા ભયંકર ખાડાઓ તેમજ ક્યાંક ને ક્યાંક રોડ ધોવાઈ જવાને કારણે રોડમાં બેસાડવામાં આવેલ લોખંડની ખીલાસળીઓ પણ દેખાય છે. વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને તે પહેલા રોડનું સત્વરે સમારકામ થાય તેવો અનુરોધ કરેલ છે. આ ભયજનક ખાડાઓ માં અકસ્માત થાય ત્યારે જવાબદાર કોણ બનશે ? માટે અમારી લાગણી સાથેની માગણી ધ્યાનમાં રાખી આપની કચેરીના કર્મચારીઓ દ્વારા સત્વરે કામગીરી પૂર્ણ કરવા અનુરોધ કરેલ. તેમ તાલુકા આપ પાર્ટીના પ્રમુખશ્રીની અખબાર યાદી જણાવે છે.
*સી. વી. જોશી વિસાવદર*




