સુરત માં એક ભીષણ આગ ની દુઘર્ટના બની. શહેરમાં સીમાડા નાકા વિસ્તારમાં મકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. સુરત માં એક ભીષણ આગ ની દુઘર્ટના બની. શહેરમાં સીમાડા નાકા વિસ્તારમાં મકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. ત્રણ માળના મકાનમાં આગ લાગતા સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ. આ મકાનમાં સાડીના પટ્ટા ઉપર ટીકી લગાવવાનું કામ ચાલતુ હતું ત્યારે આગ લાગવાની દુર્ઘટના બનવા પામી.
આ આગ દુર્ઘટનામાં મકાનમાં કામ કરનાર પાંચ લોકો ગંભીર રીતે દાઝયા જયારે ૧ વ્યક્તિનું મોત થયું હોવાનું સામે આવ્યું. દાઝેલા લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. સુરત શહેર ગુજરાતનું ડાયમંડ હબ માનવામાં આવે છે. પરંતુ હિરાની બનાવટ સાથે અન્ય પ્રકારની કારીગરી પણ વખણાય છે.
સીમાડા નાકા વિસ્તારમાં આવેલ ત્રણ માળના મકાનમાં સાડી પર ટીકી લગાવવાનું કામ ચાલતું હતું. દરમ્યાન સાડી પર ટીકી લગાવવા માટે જે ગમનો ઉપયોગ થતો હતો. આ ગમને મિકસિંગ કરવા માટે જ્યારે એક કેમિકલ નાખવામાં આવ્યું ત્યારે અચાનક આગ લાગી અને જાેત જાેતામાં આખું મકાન આગની લપેટમાં ઝપટાયું. આગની ઘટનાની જાણ થતાં ફાયર ટીમો ઘટનાસ્થળ પર પંહોચી હતી. આગ એટલી ભયાનક હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જાેવા મળ્યા.

