Gujarat

સાવરકુંડલા ખાતે આવેલ માનવમંદિરનું મોંઘેરું રતન

અંશુ ગુપ્તા નામની આ મનોરોગી દિકરીને સુરતથી એના માતાપિતા સાથે જામનગરના માનવમંદિરના સેવક પ્રવિણસિંહ જાડેજા વકીલ ઝવેરી સાહેબ સાથે આવી સાવરકુંડલા માનવમંદિર ખાતે મૂકી ગયા છે. એમ માનવમંદિરના પૂ ભક્તિરામબાપુએ જણાવ્યું હતું હવે સવાલ એ થાય કે  કોણ કહે આ મનોરોગી હશે? પ્રથમ દ્રષ્ટિએ જ જેમની પ્રતિભા  લોકોને જકડી રાખે એવું વ્યક્તિત્વ હોવા છતાં ઘણીવખત માનવીના જીવનમાં એવા પડાવ અને વળાંક આવતાં હોય જે માનવીનો મનોમસ્તિષક પર એક ના રૂઝાય એવો જખમ છોડી જતો હશે..
જો કે માનવમંદિરના પૂ ભક્તિરામબાપુ આવા મનોરોગી બહેનોની માવજત પિતાતુલ્ય અને માતાતુલ્ય સ્નેહથી મનોરોગી બહેનોના આવાં ઘાવને રૂઝવવાનો ભગીરથ પ્રયાસ કરે છે .કેવો સુંદર મહિમા ગુરૂજ્ઞાન દ્વારા આપતી આ મનોરોગી બહેનને માનવીના વલણ પર ભરોસો નથી..!! કેવો ઘાવ હશે એના મનોમસ્તિષક પર.!!! હા, આપણાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને અહીં માનવમંદિર ખાતે મળવા આવવાનું હાર્દિક નિમંત્રણ આપતી આ મનોરોગી દિકરીની અભિલાષા પરિપૂર્ણ થાય તેવી અભ્યર્થના સહ
બિપીન પાંધી