Gujarat

ઉનાના નવાબંદર ગામમાં રહેણાંક શેરીમાં શિકારની શોધમાં સિંહ આવી ચઢયો…સિંહને જોઈ ચાલું બાઈક રસ્તા પર મુકી દોટ મુકી

ઉનાના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં આવેલ નવાબંદર ગામના રામજી મંદિર પાસેના રહેણાક વિસ્તારમાં શિકારની શોધમાં એક સિંહ આવી ચઢયો હતો. અને રહેણાંક વિસ્તારની ગલીઓમાં આટાફેરા કરતા ત્યાંથી પસાર થતા વાહન ચાલક સિંહને જોઈ રસ્તા પર ચાલુ બાઈક મુકી દોટ મુકી હતી. જેથી આ વિસ્તારમા ભયનો માહોલ ફેલાયો હતો.

નવાબંદરમાં રામજી મંદિર પાસે રહેણાક વિસ્તારમાં રાત્રીના અંદાજિત એક વાગ્યાની આસપાસ એક ડાલામથ્થો સિંહ આવી ચઢતા શ્વાન પણ ભસવા લાગ્યો હતો. અને સામેના ભાગેથી યુવક બાઇક લઇ આવી રહ્યા હતા. ત્યારે સિંહને નજરે પડતાં ગભરાઈ ગયા હતા. અને સિંહને જોઈ યુવાને પોતાનું બાઇક રસ્તા પરજ ચાલુ રાખી દોટ મૂકી નાશી ગયા હતા. જે સમગ્ર ઘટનાનો વિડિયો સીસી ટીવી કેમેરામાં કેદ થઈ હતી.
 નવાબંદર ગામ દરિયાઈ પટ્ટી વિસ્તારનું ગામ હોવાથી અવાર નવાર વન્ય પ્રાણીઓ આવે છે. આ વિસ્તારમાં વન્ય પ્રાણીઓ આવતા હોવાથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જે સમગ્ર ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો.