Gujarat

ફુલપુરા મુખ્ય પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓએ માણ્યો નવરાત્રી પર્વ

શક્તિ, ભક્તિ અને આરાધનાનો પર્વ એટલે જગત જનની જગદંબાનો નવરાત્રિ મહોત્સવ હવે તેના અંતિમ ચરણોમાં છે. ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે ત્યારે ઝાલોદ તાલુકાના ફુલપુરા ગામે આવેલ ફુલપુરા મુખ્ય પ્રાથમિક શાળામાં નવરાત્રી પર્વ નિમિત્તે શાળામાં રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત માતા જગદંબાની આરતીથી કરવામાં આવી હતી. જેમાં શાળાના તમામ શિક્ષકો અને બાળકોએ માતાજીની આરતી પૂર્ણ કર્યા બાદ શાળાના મદદનીશ શિક્ષક
નરેશભાઈ.ડી.પરમાર દ્વારા શાળાના લગભગ 350 જેટલા બાળકોને માતાના પ્રસાદ તરીકે મોનેકો બિસ્કીટના પેકેટ આપ્યા. સાથે સાથે ભારત વિકાસ પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી. ત્યારબાદ પરંપરાગત વસ્ત્રોમાં તૈયાર થઈને આવેલા બાળકો ટીમલી અને ત્રણ તાલી ગરબા રમવા આનંદ, ઉલ્લાસ અને ઉમંગ ભેર હિલોળે ચડ્યાં.
સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના તમામ શિક્ષકોએ કર્યું. જેમાં શાળાના આચાર્ય લોહ મુકેશકુમાર દ્વારા પ્રોત્સાહન પુરૂં પાડવામાં આવ્યું હતું.
પંકજ પંડિત  તાલુકો : ઝાલોદ જિલ્લો  : દાહોદ