Gujarat

છોટાઉદેપુર તાલુકાના મંડલવા ગામે દસમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં યોજાયો હતો

રાજ્ય સરકાર દ્વારા નાગરિકોના પ્રશ્નોને હલ કરવા પ્રજાની લાગણી માંગણી અપેક્ષાઓ પરિપૂર્ણ કરવા માટે દસમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન રાજ્યભરમાં કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આજે છોટાઉદેપુર તાલુકાના મંડલવા ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન નાગરિકો/અરજદારોના વિવિધ પ્રમાણપત્રો, રેશનકાર્ડ, વિવિધ દાખલાઓ અને સરકારની યોજનાઓનો સ્થળ ઉપર લાભ આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની સાથે તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન શર્મિલાબેન રાઠવા, મામલતદાર ભાભોર, તાલુકા વિકાસ અધિકારી પૂનમબેન ડામોર, પ્રદેશ મહિલા મોરચાના આમંત્રિત સભ્ય લીલાબેન રાઠવા, જિલ્લા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ જશુભાઈ રાઠવા,ગામના સરપંચ સહિત ખૂબ મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનો અને અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર