સાવરકુંડલા શહેરમાં મણીભાઈ ચોક પાસે આવેલ સરકારી પ્રાથમિક શાળા કન્યા શાળા નંબર – ૨ ખાતે નવરાત્રિના પર્વ નિમિત્તે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી જેમાં શ્રી મા શૈલપુત્રી બ્રહ્મચારીની ,ચંદ્ર ઘંટા, કુષ્માંડા , સ્કંધ માતા,કાત્યાયની ,કાલરાત્રી મહાગૌરી, સિધ્ધિદાત્રી,મહાજગદંબા ,સરસ્વતી તમામ નવદુર્ગા માતાજી નાની નાની બાળાઓ બની અને તેમનું પૂજનને અર્ચન કરવામાં આવ્યું. આ પ્રસંગે એસએમસીના અધ્યક્ષ બીનાબેન વિશાલભાઈ ગોડા દ્વારા દરેક દીકરીઓને સાટાનો પ્રસાદ તરીકે ધરવામાં આવેલ આઠમા નોરતે શ્રી બ્રાન્ચ શાળા નંબર – ૨ કન્યાશાળાના સમગ્ર સ્ટાફ વતી દરેક દુર્ગા માતાના બાળ સ્વરૂપ માતાજીઓ સ્વરૂપ શક્તિ સ્વરૂપ દીકરીઓને માંડવી પાક સ્પેશિયલ બનાવડાવી અને સ્ટાફ દ્વારા આ માતાજીઓને પ્રસાદ આપવામાં આવેલો હતો.

અને આવી રીતે ધામધૂમપૂર્વક દીકરીઓને માતાજી સ્વરૂપે માની તેમની ભક્તિ આરાધના કરવામાં આવી હતી. અને આ પ્રસંગે બીઆરસી વિપુલભાઈ દુધાત સાહેબ પણ હાજર રહીને આ નવરાત્રી મહોત્સવને બિરદાવ્યો હતો. આચાર્યા ભારતીબેન દ્વારા તમામ સ્ટાફ ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવેલા હતા.

જે જે દીકરીઓએ સારી થાળી શણગારીને આવ્યા હતા તેમજ સરસ ડ્રેસ કોડ પહેરીને આવ્યા હતા તેમને પહેલો બીજો અને ત્રીજો નંબર આપવામાં આવેલો હતો અને કંપાસ, નોટ બુક પેન, ભારતીબેન દ્વારા આપવામા આવી હતી આ પ્રસંગે સંદીપસાહેબ, રમજાનસાહેબ, ઇમરાનસાહેબ, આસિફસાહેબ દ્વારા દીકરીઓને બોલપેન આપી અને ખુશ કરવામાં આવી હતી
બિપીન પાંધી

