Gujarat

સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલ લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે શ્રી લોહાણા મહાજન પ્રેરિત શ્રી વીરદાદા જસરાજ સેના ટ્રસ્ટ સાવરકુંડલા આયોજિત નવલાં રઘુકુળ નવરાત્રિ મહોત્સવમાં પ. પૂ. ઉષામૈયા (શિવદરબાર આશ્રમ કાનાતળાવ) પધારતાં રઘુવંશી ભાવિકો થયાં ભાવવિભોર

સાવરકુંડલા શહેરમાં શ્રી લોહાણા મહાજન પ્રેરિત શ્રી વીરદાદા જસરાજ સેના ટ્રસ્ટ સાવરકુંડલા આયોજિત રઘુકુળ નવરાત્રિ મહોત્સવે રઘુવંશી સમાજના ભાવિકો માટે માતાજીની સ્તુતિ અને આરાધના કરવાનું ઘેલું લગાડ્યું છે. સંપૂર્ણ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ સંગીત સૂરોના તાલ સાથે જ્ઞાતિ શ્રેષ્ઠીઓ ની પ્રેરક ઉપસ્થિતિમાં રઘુવંશી ખેલૈયાઓ અહીં મનમૂકીને રાસ ગરબાની રમઝટ બોલાવતાં જોવા મળે છે.ગતરોજ પ. પૂ. ઉષામૈયા અહીં આ રઘુકુળ નવરાત્રિ મહોત્સવમાં પધારતાં પ. પૂ ઉષામૈયા (શિવદરબાર આશ્રમ – કાનાતળાવ) ના દર્શન કરીને ઉપસ્થિત તમામ ભાવિકો  ભાવવિભોર થઈ ગયા હતાં
છેલ્લા ચૌદ વર્ષથી શ્રી વીરદાદા જસરાજ સેના ટ્રસ્ટ અહીં નવલાં નવરાત્રિ દરમિયાન નવરાત્રિ મહોત્સવનું આયોજન કરે છે. આ ચૌદમા રઘુકુળ નવરાત્રિ મહોત્સવ અંતર્ગત ખેલૈયાને નિયમો આધીન ગરબા રમનાર પૈકી તેમના પરફોર્મન્સને લક્ષમાં રાખીને ફાઈનલ સ્પર્ધામાં નંબર પણ આપવામાં આવશે એવું જાણવા મળ્યું છે.
 
આ આયોજનો મુખ્ય હેતુ રઘુવંશી સમાજના લોકો પોતાના સમાજના જ્ઞાતિ અગ્રણીઓની ઉપસ્થિતિમાં ઘરઆંગણે માઁ ભગવતીના નોરતા ઉજવી શકે તે છે. શ્રી વિરદાદા જસરાજ સેના ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે. આ સંસ્થાના પ્રમુખ હિતેશ સરૈયાની આગેવાની હેઠળ અને વડીલોના આશીર્વાદ સાથે સંસ્થા લોકસેવાના અનેક કાર્યો કરી રહી છે. શ્રી વીરદાદા જસરાજ સેના ટ્રસ્ટનું સેવાકીય પ્રવૃત્તિઓ ક્ષેત્રે સાવરકુંડલા શહેરમાં ખાસ્સું નામ છે.
બિપીન પાંધી