સાવરકુંડલા ખાતે વીર મેઘમાયા પ્રગતિ મિત્ર મંડળ આયોજિત તૃતીય નવરાત્રી મહોત્સવના ચતુર્થ નોરતાની રાત્રે રામજીવનદાસ સાહેબના સાંનિધ્યમા સંતોની પ્રેરક ઉપસ્થિતિ. આ પ્રસંગે માનવ મંદીરના પુજ્ય ભક્તિરામ બાપુ,મનીષાદીદી,શાંતામાડી વગેરે ઉપસ્થિત રહીને સમાજના ભાઇઓ બહેનોને આશીર્વાદ પાઠવ્યા હતાં આ નવલાં નોરતાના ચતુર્થ દિવસે ખેલૈયાએ માતાજીની સ્તુતિ સાથે મનભરીને ગરબાની રમઝટ બોલાવી હતી.

બિપીન પાંધી

