ઉનાના નાલીયા માંડવી ગામે એક રહેણાંક મકાનમાં સંકાસ્પદ ખાદ્ય તેલના ડબ્બાનો જથ્થો હોવાની નવાંબંદર પોલીસને બાતમી મળતા મકાનમાં દરોડો પાડી મોટી સંખ્યામાં સંકાસ્પદ ખાદ્ય તેલના ડબ્બા ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરેલ છે.
ઉનાના નવાબંદર મરીન પોલીસના ડી સ્ટાફ સંદીપ જણકાટ તથા પીપી બાંભણીયાને મળી હતી. ચોક્કસ બાતમીના આધારે મરીન પોલીસના પી એસ આઈ વીકે ઝાલા એ રહેણાંક મકાનમાં રેડ કરતાં રહેણાંક મકાન માંથી શંકાસ્પદ તેલ અંદાજીત 325 થી વધુ ડબ્બા ઝડપી પાડયા હતા. અને નવાબંદર પોલીસે શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપી મામલતદારના પુરવઠા વિભાગને જાણ કરી હતી.
પુરવઠા વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પોહોચી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તમામ ડબ્બા સીજ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે. સંકાસ્પદ ખાદ્ય તેલના નમુનાં લેવામાં આવશે. તપાસ બાદ બહાર આવશે તેલ કેવું ?

