• જન્મજાત હૃદય રોગ ધરાવતા 50,000 બાળકો માટે મફત તપાસ અને સારવાર
• 50,000 મહિલાઓ માટે સ્તન અને સર્વાઇકલ કેન્સરની મફત તપાસ અને સારવાર
•10,000 કિશોરીઓ માટે સર્વાઇકલ કેન્સરનું મફત રસીકરણ મુંબઈ, ઑક્ટોબર 27, 2024: શ્રીમતી. નીતા એમ. અંબાણી, રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન, નવી આરોગ્ય સેવા યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી જે બાળકો, કિશોરીઓ અને મહિલાઓ માટે આવશ્યક તપાસ અને સારવારને પ્રાથમિકતા આપે છે.
આ નવી આરોગ્ય સેવા યોજનાના ભાગરૂપે, શ્રીમતી. નીતા એમ. અંબાણીએ 50,000 બાળકોમાં જન્મજાત હૃદય રોગની મફત તપાસ અને સારવારનું વચન આપ્યું છે, સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલની 10મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે 50,000 મહિલાઓમાં સ્તન અને સર્વાઇકલ કેન્સરની મફત તપાસ અને સારવાર અને 10,000 કિશોરીઓ માટે મફત સર્વાઇકલ કેન્સર રસીકરણ.. રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન શ્રીમતી. નીતા એમ. અંબાણીએ જણાવ્યું હતું કે, “10 વર્ષથી સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ દરેક ભારતીય માટે વિશ્વ કક્ષાની સ્વાસ્થ્ય સંભાળ કિફાયતી અને પહોંચક્ષમ બનાવવાના અમારા ધ્યેયને અનુસરીને કાર્યરત છે.
અમે લાખ્ખો જીવનને સ્પર્ધા છીએ અને અસંખ્ય . પરિવારોને આશા આપી છે. અમે આ સિદ્ધિની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે ઉપેક્ષિત સમુદાયના બાળકો અને મહિલાઓ માટે નિઃશુલ્ક “નુતન સ્વાસ્થ્ય સેવા યોજના’ શરુ કરી રહ્યા છીએ, કારણ કે અમે માનીએ છીએ કે ઉત્તમ સ્વાસ્થ્ય સમૃદ્ધ રાષ્ટ્રનો પાયો છે અને સ્વસ્થ મહિલા તથા બાળકો ચેતનવંતા સમાજનો આધાર છે.” સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલે અસાધારણ આરોગ્યસંભાળ સેવાઓ પૂરી પાડવાનો એક દાયકા પૂર્ણ કર્યો છે.
છેલ્લા એક દાયકામાં, અમારી હોસ્પિટલે 1.5 લાખથી વધુ બાળકો સહિત 2.75 મિલિયન ભારતીયોના જીવનને સ્પર્યું છે. સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ તેના દર્દીઓને ક્લાસ ક્લિનિકલ કેર, અત્યાધુનિક ટેક્નોલોજી અને છેલ્લા એક દાયકામાં નોંધપાત્ર સીમાચિહનો હોંસલ કરવામાં અગ્રણી છે.
અસંખ્ય સિદ્ધિઓ પૈકી, સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલે 500 થી વધુ અંગ પ્રત્યારોપણ કર્યા છે, અને 24 કલાકની અંદર 6 અવયવો પ્રત્યારોપણ કરવાનો રેકોર્ડ અનેક લોકોના જીવ બચાવ્યા છે. સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને ભારતમાં સતત નંબર 1 મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ તરીકે પણ ઓળખવામાં આવી છે.

