Gujarat

ગૌશાળાની ગાયોનું શુદ્ધ ઘી અને આજુબાજુના જંગલમાં ચરતી ગાયોનું ઘી, દૂધ લાવીને મીઠાઈ બનાવીને વિતરણ કરવાની નવી પહેલ

બનાસકાંઠામાં ગૌશાળાના ગાયોનું શુદ્ધ ઘી અને આજુબાજુ જંગલ વિસ્તારમાં ચરતી ગાયોનું ઘી અને દૂધ લાવીને મીઠાઈ બનાવીને વિતરણ કરવાની નવી પહેલ શરૂ કરવામાં આવી છે. ગૌ માતા પ્રત્યે લોકોમાં પ્રેમ વધે લોકો ગૌ માતાનો આદર કરતા થાય ગૌમાતાને સાચા અર્થમાં લોકો ગૌ માતા માનતા થાય તે ગૌ માતાની સેવામાં જોડાય તે ઉદ્દેશથી પાલનપુરમાં દેશી ગાયના શુદ્ધ ઘી અને દૂધમાંથી મીઠાઈ તૈયાર કરાઇ આપવામાં આવી રહી છે.

ગૌ માતાને રાષ્ટ્રીય માતા તરીકે જાહેર કરવા માટે ઘણા વર્ષોથી અનેક સાધુ સંતો સહિત લોકો માંગ કરી રહ્યા છે. હિન્દુ ધર્મમાં ગાયને માતા તુલ્ય માનવામાં આવે છે ત્યારે લોકો ગૌ માતાની સેવામાં જોડાય ગૌ માતા પ્રત્યે લોકોમાં પ્રેમ વધે તેવા ઉદ્દેશ થી પાલનપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ગૌ સેવા ગતિવિધિ દ્વારા દિવાળી પર્વે લોકોને દેશી ગાયના શુદ્ધ વલોણાના ઘી અને દૂધના માવા માંથી બનાવેલ મીઠાઈ મળી રહે તે માટે પાંચ પ્રકારની મીઠાઈ તૈયાર કરી તેનું વેચાણ કરવામાં આવે છે

રામપુરા ચોકડી બ્રહ્મપૂરી આશ્રમ ખાતે ગૌમાતાના 1500 કિલો ઘી 2000 લીટર દેશી ગાયનું દૂધમાંથી પાંચ પ્રકારની મીઠાઈ તૈયાર કરી તેનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે જેમાં જે નફો થશે તે રકમ ગૌ શાળામાં દાન કરવામા આવશે. જેને લઇ દિવાળી પર્વે દેશી ગાયના દૂધ અને ઘી માંથી બનેલ આ શુદ્ધ મીઠાઈની ખરીદી કરી ગૌ સેવામાં જોડાવા અપીલ કરાઇ છે.