Gujarat

અટલાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે 1500 વ્યંજનોનો ભવ્ય અન્નકૂટ સંપન્ન

વિક્રમ સંવતના નૂતન વર્ષનો પ્રારંભ એટલે ગોવર્ધન પૂજા. સદીઓથી ચાલતી આ સનાતની પરંપરા અનુસાર નૂતન વર્ષના પ્રારંભે વર્ષા રૂતુના અંતે ઉગેલા નવલા ધાન્યને ભગવાનને ભોગ ધરાવવાની વિધિ એટલે અન્નકુટોત્સવ.

1500 વ્યંજનોનો ભવ્ય અન્નકૂટ યોજાયો હતો પ્રતિ વર્ષની માફક BAPS સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે 1500 વ્યંજનોનો ભવ્ય અન્નકૂટ યોજાયો હતો. જેમા મુખ્યત્વે 164 પ્રકારની મિષ્ટાન્ન, 101 બેકરી આઈટમ, 246 અવનવા ફરસાણ,150 જાતના શાકભાજી જેવી અનેકવિધ વાનગીઓને સુશોભિત કરીને પ્રભુ પ્રતિમાઓ સન્મુખ ગોઠવવામાં આવી હતી.

75 હજારથી વધુ ભાવિક ભક્તોએ લાભ લીધો