Gujarat

સુરતમાં 3 સાધુ પર લોકોને શંકા ગઈ, એક સાધુનું નામ સલમાનનાથ, શ્લોક બોલવા કહ્યું, અંતે પોલીસ તપાસમાં ત્રણેય હિન્દુ હોવાનું ખુલ્યું

સુરતના અડાજણ વિસ્તારમાં સ્થાનિકોએ ભીક્ષા માગી રહેલા બે સાધુને પકડી પાડ્યા હતા. સાધુના વેશમાં અન્ય ધર્મના કોઈ વ્યક્તિ છે તેની શંકામાં તેઓએ સાધુઓની ઓળખાણ બાબતે પૂછવા લાગ્યા હતા. એટલું જ નહીં સ્થાનિકોએ તેમને મંત્ર અને શ્લોક બોલવા પણ કહ્યું હતું.

આ વચ્ચે જ્યારે બંને સાધુની આઈડી કાર્ડની ચકાસણી કરવામાં આવી તો એકનું નામ સલમાનનાથ હતું. જેથી આખો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. પરંતુ પોલીસે જ્યારે તપાસ હાથ ધરી ત્યારે બંને સાધુઓ હિન્દુ ધર્મના અને મૂળ જૂનાગઢના હોવાનું સામે આવ્યું હતું.

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં ત્રણ સાધુઓ ભિક્ષા માગવા માટે એક સોસાયટીમાં પહોંચ્યા હતા. હાલ અનેક ઘટનાઓ આવી સામે આવી રહી છે. જેમાં સાધુના વેશમાં અન્ય ધર્મના લોકો પણ આવે છે.

જેના કારણે લોકોને શંકા ગઈ હતી કે, આ સાધુઓ પણ હિન્દુ ધર્મના નથી. પરંતુ અન્ય ધર્મના છે. જેથી સ્થાનિકોએ તેમને રોકીને પૂછપરછ શરૂ કરી હતી. ત્રણેય સાધુને શ્લોક બોલવા માટે કહેવામાં આવ્યું હતું. સ્થાનિક લોકો વારંવાર તેમને શ્લોક કહેવા માટે કહી રહ્યા હતા ત્યારે ભગવા વસ્ત્રમાં આવેલા ત્રણેય સાધુએ જણાવ્યું હતું કે, અમે મદારી સાધુઓ છીએ.