Gujarat

છોટાઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તથા આર્યુવેદ શાખાના સંયુક્ત ઉપક્રમે સંખેડા સી.એચ.સી. ખાતે નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

છોટાઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તથા આર્યુવેદ શાખાના સંયુક્ત ઉપક્રમે સંખેડા સી.એચ.સી. ખાતે નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.
આ કેમ્પનો લાભ આસપાસના ગામના લાભાર્થીઓએ લીધો હતો, જેમાં હોમિયોપેથિક દ્વારા ૧૦૮ લાભાર્થીઓ, આર્યુવેદ દ્વારા ૨૦૪ તથા ૧૮૫ વ્યક્તિઓને ઉકાળો પીવડાવવામાં આવ્યો હતો. જ્યારે આરોગ્ય શાખા દ્વારા એન સી ડી, લેબોરેટરી ટેસ્ટ, પી.એમ.જે.એ.વાય કાર્ડ, સિકલસેલ તથા અન્ય રોગોના મળીને કુલ ૩૮૪ લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ દીપીકાબેન તડવી, કારોબારી સભ્ય  શર્મિલાબેન રાઠવા, આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા, જિલ્લા સદસ્ય  અરુણાબેન સકસેના, અરુણાબેન તડવી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ભરત ચૌહાણ, જિલ્લા આર્યુવેદિક અધિકારી. પારુલબેન વસાવા અને અન્ય અધિકારીઓ અને ગ્રામ્યજનો  ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર