Gujarat

સાવરકુંડલામાં છેવાડાના વિસ્તારોના બાળકો અને યુવાનોને જૈન પરીવાર મુંબઈ દ્વારા ૫૦૦ ટીશર્ટ ધારાસભ્યના હસ્તે અર્પણ કરવામાં આવ્યા

સાવરકુંડલા શહેરના છેવડાના વિસ્તારો, ઝૂંપડપટ્ટીમાં રહેતા, ગરીબો, જરૂરિયારમંદ બાળકો, યુવાનો, વડીલો તમામ લોકોને મૂળ રાજસ્થાનના વતની અને હાલ મુંબઈ રહેતા હનુમાનજી જૈન અને વંદનાબેન હનુમાનજી જૈન તથા દિશુબેન અને નિમિતભાઈ જેઓ ટીશર્ટ એક્સપોર્ટનો બિઝનેસ કરેછે જેમના દ્વારા દરવર્ષે સાવરકુંડલા તાલુકાના જરૂરિયાતમંદ બાળકો, યુવાનો, વડીલો માટે ૫૦૦ નવા ટીશર્ટ સાવરકુંડલા જૈન સમાજના અગ્રણી અને સેવાભાવી જયેશભાઈ માટલીયા હસ્તક મોકલવામાં આવે છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ મુંબઈના જૈન પરિવાર દ્વારા ૫૦૦  ટીશર્ટ મોકલવામાં આવતા સાવરકુંડલાના હાથસણી રોડ ખાતે આવેલ ઉદારતા ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, ગૌસેવક જયેશભાઈ માટલીયા, નિવૃત ફૌજી અતુલભાઈ જાની, શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ શરદભાઈ પંડ્યા, ઉદારતા ચેરિટેબલ ટ્રસ્ટના ધારાબેન ગોહિલ, સેવાભાવી નિકુલભાઈ ગેડીયા, અમીતગીરી ગોસ્વામીના હસ્તે શહેરના છેવડાના વિસ્તારો, ઝૂંપડપટ્ટીમાં રહેતા, ગરીબો, જરૂરિયારમંદ બાળકો, યુવાનો, વડીલો તમામ લોકોને ટીશર્ટ વિતરણ કરવામાં આવ્યા હતાં.
બિપીન પાંધી  સાવરકુંડલા