જેમ જેમ ગ્રામીણ વિસ્તારોમાં દેવ દિવાળી પૂર્ણ થાય તેમ તેમ પરત મજૂરી એ જતા આદિવાસીઓ
છોટાઉદેપુર એ 90 ટકા આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે. જ્યારે અતિ પછાત જિલ્લો છે. જ્યારે શિક્ષણ ક્ષેત્રે પણ પાછળ છે. જ્યારે છોટાઉદેપુર પંથકમાં ડોલોમાઈટ પાઉડર બનાવવાનો ઉદ્યોગ અને ખેતી સિવાય અન્ય કોઈ રોજગારી મેળવવાનું માધ્યમ નથી. જેના પરિણામ સ્વરૂપે જિલ્લામાં રોજગારી એ જટિલ પ્રશ્ન બન્યો છે. ઘરનું ગુજરાન ચલાવવા મજૂરી અર્થે આદિવાસીઓ એ પર રાજ્ય અને મોટા શહેરોમાં હિજરત કરવી આવશ્યક બની જાય છે. હાલ એસ ટી ડેપો અને ખાનગી લકઝરીઓમાં ખૂબ મોટા પ્રમાણમાં આદિવાસી પ્રજાને હિજરત કરવાનો વારો આવ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં દેવ દિવાળી ઉજવાતી હોય છે. જ્યારે અલગ અલગ દિવસે દિવાળી ઉજવવાનું નક્કી કરવામાં આવે છે. જેના ભાગરૂપે જે ગામમાં દિવાળી પુર થઈ ગઈ હોય તે ગામના આદિવાસીઓ પરત મજૂરીએ જતા જોવા મળી રહ્યા છે.

છોટાઉદેપુર જિલ્લામાં દિવાળી કરતા પણ દેવ દિ૦વાળીનું વિશેષ મહત્વ હોય. જેને ઉજવવા પર પ્રાંત માં અને રાજ્યના મોટા શહેરોમાં મજૂરી કરતા આદિવાસીઓ પોતાને વતન છોટાઉદેપુર ખાતે આવે છે. અને દિવાળી ઉજવે છે. જે તહેવારો ઘણા ગામોમાં પૂર્ણ થતાં હવે ફરી માથે ટોપલે ટોપલા ઉંચકીને પર પ્રાંત અને પર રાજ્યોમાં મજૂરી કરવા જઇ રહ્યા છે. આકરી મુશ્કેલી વેઠી પરિવાર૦જનો મજૂરી અર્થે ટોપલે ટોપલા માથે મૂકી મજૂરી અર્થે જતા હોય જે દ્રશ્ય જોઈ ભારે દયનિય લાગે છે. પરંતુ પેટિયું રળવા કરે પણ શું રોજગારીનું કોઈ માધ્યમ ન હોય જેના કારણે ભારે હાલ બેહાલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

